Monday, December 30, 2024

ગુજરાતના તમામ કલાકારો અને સાધુ સંતોના જીવન ઝરમર ની વાતો ઘરે ઘરે પહોંચાડનાર પત્રકાર વિજય જોટવાને લાખો વંદન

ગુજરાતના તમામ કલાકારો અને સાધુ સંતોના જીવન ઝરમર ની વાતો ઘરે ઘરે પહોંચાડનાર પત્રકાર વિજય જોટવાને લાખો વંદન

ગુજરાત ના શ્રેષ્ઠ પત્રકાર નો એવોર્ડ મેળવનાર વિજય જોટવા “સુરીલો સંવાદ” અને “તીરથ દર્શન” કાર્યક્રમ થી સુપ્રસિદ્ધ થયા –

 

પત્રકાર જગતમાં સોશિયલ મીડિયામાં સૌથી વધારે સબ્સ્ક્રાઇબર અને ફોલોવર્સ ધરાવનાર પત્રકાર એટલે વિજય જોટવા

ડી ડી ભારતીના માધ્યમથી ગુજરાત ના તમામ કલાકારો અને સાધુ સાથે મુલાકાત અને સંવાદ રૂપે “સુરીલો સંવાદ “કાર્યક્રમ લઇ ને આવનાર પત્રકાર / એન્કર વિજયભાઈ જોટવા ગુજરાતના પત્રકાર જગતમાં સૌથી વધારે ફેન ફ્લૉવિન્ગ ધરાવનાર પત્રકાર છે

 

વિજયભાઈ જોટવા એ દરેક કલાકારોના ઘરે જોઈ તેમના જીવન સંઘર્ષ ની વાતો નો એક સંવાદ કરી મીડિયાના માધ્યમ થી આ વાત ઘર ઘર સુધી પહોંચાડી છે. તો બીજી બાજુ ગુજરાત ની તમામ દેહાણ ની જગ્યાઓ દરેક સંતો આઇ માં માતાજીના જુના થડા જેવી જગ્યાઓ ઉપર જઈ ત્યાંના મુખ્ય સંત અથવા આઇ માં , ટ્રસ્ટી અથવા તો ત્યાંના જવાબદાર પદાધિકારી પાસેથી ફાઇનલ માહિતી મેળવી સત્સંગ મુલાકાત કરી એ માહિતી લોકો સુધી પહોચાડી છે

 

આમ અત્યાર સુધીમાં 160 થી વધારે કલાકારો અને 140 જેટલી ધાર્મિક જગ્યાઓ આશ્રમો સંતો ની મુલાકાત વિજયભાઈ જોટવા એ લીધી છે અને આ તમામ એપિસોડ વિડિઓ vijay jotva journalist નામની યુટ્યુબ ચેનલ અને ફેસબુક ના પેજ ઉપર જોઈ પણ શકાય છે. સુરીલો સંવાદ કાર્યક્રમમાં સફળ થયેલા કલાકારોની સાથે સાથે અનેક ઉગતા કલાકારો ઉગતા સિતારાઓ જેઓ આ ક્ષેત્ર જેઓ હજુ પાપા પગલી કરે છે તેઓ ને પણ પ્રોત્સાહન મળે તે હેતુ થી આ કાર્યક્રમ આવા કલાકારો ને પણ મોકો આપી મોમેન્ટો આપી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે અનેક સંગીત સંસ્થા સાથે જોડાઈ વિજયભાઈ આ કામ કરી રહ્યા છે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસાર અને અને પ્રચાર ના હેતુ ને ધ્યાન માં લઈ ગુજરાત સરકાર શ્રી ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ જેવી અનેકે સંગીત સંસ્થા સાથે જોડાઈ વિજયભાઈ જોટવા આ ભારતીય પરંપરાનું આ કામ આગળ ધપાવી રહ્યા છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores