Monday, December 30, 2024

પાટણ લુણાવાડાની એસટી બસના ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા બસ તળાવમાં ઉતરી ગઈ

પાટણ લુણાવાડાની એસટી બસના ડ્રાઈવરને હાર્ટ અટેક આવતા બસ તળાવમાં ઉતરી ગઈ.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી વિજાપુર રોડ પર આવેલા પોલાદપુર પાટિયા પાસે આજે બપોરે પાટણ થી લુણાવાડા જઈ રહેલી એસટી બસના ચાલકને ચાલુ બસે ચક્કર આવતા બસ ને રોડ સાઈડ કરવા જતા ચાલક બેભાન થઈ ગયા હતા. જેને પગલે એસટી બસ રોડ ના સાઈડ માં ભરાયેલા પાણીમાં ઉતરી પડી હતી. સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી બસ ચાલકને તાત્કાલિક 108 માં સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. હિંમતનગર એસટી ડેપોના મેનેજર ને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એસટી બસના ચાલક પાટણના સોજીત્રા ગામના 42 વર્ષે ના અલ્પેશભાઈ ગોપાલ ભારતી ગોસ્વામીને અચાનક પીઠના ભાગે પછીનો થવા લાગ્યો ત્યારબાદ આંખે અંધારા આવતા સમય સૂચકતાથી ડ્રાઇવરે બસ રોડ સાઈડે કરી હતી તે દરમિયાન બેભાન થઈને સ્ટેરીંગ પર પડ્યા હતા અને મુસાફરો ભરેલી એસટી બસ રોડ સાઈડ પાણી ના ખાડામાં ઉતરી ગઈ હતી.

બ્યુરો રિપોર્ટ એક ભારત ન્યુઝ હિંમતનગર.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores