સાબરકાંઠા જિલ્લાના વડાલી નગર ખાતે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વડાલી નગર માં શાળા નં-૫ ખાતે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા ફ્રી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ઇડર ખાતેના શાશ્વત હોસ્પિટલના M .D ( ફિજિશિયન) ડો.વિકાસ લીમ્બચીયા સાહેબ,ડો. નિર્મલ પટેલ 𝙼.𝙱.𝙳.𝙶.𝙾 (ગાયનેક) સાહેબ અને આરોગ્ય ખાતામાંથી ડો.મયુર પટેલ દ્વારા માનવિય સેવા આપવામાં આવી
આ કેમ્પમા ૧૦૦ જેવા દર્દીઓને મફત તપાસ કરવામાં આવી.
આ કાર્યક્રમ માં નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટી સાહેબ,ડો.રાજેશ ઠાકોર અધ્યક્ષ શ્રી ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન વડાલી ,રવિભાઈ પ્રમુખ ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન ,સંગઠન ના તમામ સભ્યો, તથા શ્રી રામસેવા ટ્રસ્ટ વડાલી ના પ્રમુખ રણવીર ભાઈ અને મંત્રી હાજર રહ્યા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891