Thursday, October 24, 2024

અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડતા ધરતી પુત્રોમાં પાકને લઈ ભારે ચિંતા

 

 

અમીરગઢ પંથકમાં કમોસમી વરસાદ પડતા ધરતી પુત્રો માં પાક ને લઈ ભારે ચિંતા.

અમીરગઢ તાલુકામાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ ની 24 નવેમ્બર થી 28 નવેમ્બર ની આગાહી વચ્ચે આજે સવાર થી જ એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે વાતાવરણ માં પલ્ટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ને નુક્સાન વેઠવાની ભિતિ સેવાઈ રહી છે. સતત ચાર વર્ષ થઈ ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોઈ તેમ એકબાદ એક કુદરતી આફતો આવતી હોઈ છૅ.ત્યારે અત્યારે જગત ના તાતે પોતાના ખેતરમાં રવિ પાકોની વાવણી કરેલ છૅ જેમાંથી વરિયાળી, કપાસ, બટાટાઅને શાકભાજી ખેડૂતોએ મોટા પાયે વાવણી કરી છે. ત્યારે આજે અચાનક કમોસમી વરસાદ પડતાં ખેડૂતો નો હાથમાં આવેલ કોળીયો છીનવાઇ જવાની દહેશત ખેડૂતોમાં સેવાઈ રહી છે જો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ને મોટું નુક્સાન વેઠવાનો વારો આવે તેમ છૅ,ત્યારે અમીરગઢ પંથકમાં સવારે ઉકલાટ બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે કમોસમી વરસાદ વરસ્યો હતો.ત્યારે અમીરગઢ પંથકમાં છેવાડાના ગામડાઓમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હતા ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો નો જીવ તાળવે ચોંટેયો હતો અમીરગઢ પંથકમાં રવિ પાકો નું વાવેતર કરેલ હતું. પરંતુ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાન થવાનો ભય સટાવી રહ્યો છૅ

અહેવાલ : મેમણ વાહિદ(અમીરગઢ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores