હિંમતનગર ખાતે થી શ્રી દિપસિંહ રાઠોડ સાંસદ, સાબરકાંઠા – અરવલ્લી એ જિલ્લા કક્ષાના બે – દિવસીય રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૩ નો શુભારંભ કરાવ્યો.
આ મહોત્સવ અંતર્ગત ગુજરાતના પ્રત્યેક તાલુકામાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, મોડલ ફાર્મ્સની મુલાકાત, ખેતઓજારોનું વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.
ખેડૂતોને રવિ પાકોના ઉત્પાદન અંગે વૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવશે તેમજ તેમને ખેડૂતલક્ષી યોજનાઓથી માહિતગાર પણ કરાશે. સાથો સાથ સેવાસેતુ અને પશુ આરોગ્ય મેળાઓ પણ યોજાશે.
અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૫ જેટલા કૃષિ મહોત્સવ થકી ૨ કરોડથી વધુ ખેડૂતો અને પશુપાલકોએ માર્ગદર્શન મેળવીને કૃષિ ઉત્પાદનમાં સતત વધારો કર્યો છે. જિલ્લાના ધરતીપુત્રોને આ કૃષિ મહોત્સવનો મહત્તમ લાભ લેવાનો ખાસ અનુરોધ કર્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કૌશલ્યા બેન, પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂમિકાબેન પટેલ મામલતદાર શ્રી, ખેતીવાડી અધિકારી શ્રી, તેમજ મોટી સંખ્યામા ખેડૂતમિત્રો હાજર રહ્યા હતા
પત્રકાર :- વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891