સિધ્ધપુર કારતક મેળામાં ચાલુ રાઇડ્સ નું પાંજરું ખુલી જતા નીચે પટકાયા ,બાળકો સહિત ત્રણને ગંભીર ઇજા.
સિધ્ધપુરના કારતક મેળાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ગતરાત્રિએ મેળાની એક રાઇડ્સ નું પાંજરૂ ખુલી જતા એક જ પરિવારના ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેઓને 108 માં સારવાર માટે સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર જે બાદ પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્રણેય લોકોને ફેક્ચર થયું હોવાનું જાણવા મળેલ છે. જેમાં બહેનને ગળામાં ફેક્ચર છે બાળકીને કમરના ભાગે ફેક્ચર છે અને છોકરાને છાતીના પાછલા ભાગે ફેક્ચર થયું છે.
આ પ્રકારની રાઈડ્સની ફિટનેસ બાબતની ચકાસણી નિરીક્ષક ઈજનેટ દ્વારા કરવામાં આવે છે કે કેમ આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. આ ઘટનાથી જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ