વડાલી તાલુકા ના ડોભાડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ
ધરતી કરે પોકાર અંતર્ગત મિશન મંગલમની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે નાટક રજૂ કરાયું
સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના ડોભાડા ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી.ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.ધરતી કરે પોકાર અંતર્ગત મિશન મંગલમની બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચેતનાબેન પરમાર, મામલતદારશ્રી તેજાભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રીમતિ પિન્કીબેન ચૌધરી, વિવિધ પદાધિકારીઓ/ અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891