વડાલીના કેશરગંજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
સાબરકાંઠા જીલ્લામાં વડાલી તાલુકાના કેશરગંજ ગામે ધારાસભ્યશ્રી રમણલાલ વોરા અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ.ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 166656
Views Today : 