પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં બોટાદ- અમરેલી તાલુકા પંચાયત ના સભ્યો નો અભ્યાસ વર્ગ યોજાયો
પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં આજરોજ બો ટાદ- અમરેલી તાલુકા પંચાયત ના સભ્યો નો અભ્યાસ વર્ગ યોજાયો હતો.જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા,પાળીયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા,જગ્યાના સંચાલક પૂ.શ્રી ભયલુબાપુ, મહેન્દ્રભાઈ પનોત સહિત ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા.કુંવરજી બાવળિયા દ્રારા સભ્યોને માર્ગદર્શનઆપી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની યોજના લોકો ના ઘર ઘર સુધી પહોંચે તેવું માર્ગદર્શન આપ્યું હતું
આગામી લોકસભાની ચૂંટણીને લઈ બોટાદ તાલુકા ના પાળીયાદ ખાતે આવેલ વિસામણ બાપુની જગ્યામાં આજરોજ બોટાદ જિલ્લા તેમજ અમરેલી જિલ્લા ના તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યોના અભ્યાસ વર્ગ નું આયોજન કરવામાં આવેલ હતું.આજ ના યોજાયેલા અભ્યાસ વર્ગ માં બોટાદ જિલ્લા તેમજ અમરેલી જિલ્લા ના તાલુકા પંચાયત ના 188 જેટલા સભ્યોહાજર રહ્યા હતા. અભ્યાસ વર્ગની શરૂઆતમાં કેબિનેટ મંત્રી કુરવજી બાવળીયા, પાળીયાદ જગ્યાના મહંત નિર્મળાબા, પૂ. શ્રી ભયલુબાપુ ,જિલ્લા પ્રભારી ભરત ભાઈ આર્ય, સહિતના હાજર રહ્યા હતા અને શુભારંભ કરાવ્યો હતો.
હાજર તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો ને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્રારા માર્ગદર્શન આપવામાં અવાયું હતું જેમાં આગામી દિવસોમાં આવનાર લોકસભા ચૂંટણી ને ધ્યાને રાખી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્રારા ચૂંટાયેલા સભ્યો ને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની વિવિધ યોજના નો પ્રચાર પ્રસાર સહિત લોકો સુધી ભારતીય જનતા પાર્ટી દ્રારા કરવામાં આવેલ ની વાત પહોંચાડવા નું સૂચન કર્યું હતું
બીજું સત્ર ચંદ્રશેખરભાઈ દવે એ પાર્ટી નો ઈતિહાસ,વિકાસ અને વિચારધારા લીધું હતું અને ભોજન ના વિરામ બાદ ત્રીજું સત્ર ડો.. દર્શિતાબેન શાહ અને રાજકોટ ના ધારાસભ્ય એ લીધું હતું ત્યારબાદ સમાપન સત્ર પ્રકાશભાઈ સોની રાજકોટ ભાજપ ના પ્રભારી એ વિષય સફળતા નો અનુભવ કથન લીધો હતો અને છેલ્લે પાળીયાદ ખાતે યોજાયેલ કાર્યશાળા માં રાત દિવસ બોટાદ જિલ્લા ભાજપ ના કાર્યકરો નું કરેલ સેવા નું સન્માન કરવામાં આવેલ હતું.કાર્યક્રમમાંમહામંત્રી જામગસ ભાઈ પરમાર હાજર હતા તેમજ સમગ્ર કાર્યક્રમમાં ઇન્ચાર્જ પ્રદીપભાઈ ગોવળીયા છે. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ ના મંત્રી જયરાજભાઈ પટગીરે કર્યું હતું