Thursday, October 24, 2024

શ્રી રામલલ્લા પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત કળશ પૂજન કાર્યક્રમ યોજાયો

આજરોજ આસોદર ગામની પવિત્ર ધન્ય ધરા નગરીમાં અને સંભુ ગરી બાપજી જીવત સમાધિ ના સાનિધ્યમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નુતન મંદિરમાં શ્રી રામલલ્લા પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત કળશ પૂજન કાર્યક્રમ યોજાયો હતો અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ નૂતન મંદિરમાં શ્રી રામલલ્લા પ્રતિષ્ઠા નિમિત લુવાણા ગામ ને સાવળ આપવામાં આવ્યા હતા અને અક્ષત કળશ પૂજન કાર્યક્રમમાં લુવાણા થી વાજતે ગાજતે અક્ષત કળશ લેવા માટે ધામધૂમ લુવાણા ગામના વતની અને ગૌભક્ત નરસી એચ દવે અને વિષ્ણુભાઈ દવે અને ચોટપા સરપંચ રાણાજી પટેલ બેવટા થી ભમરલાલ સુથાર નરસિંહજી ભુરીયા ડેરોલ મગાજી સરપંચ ચાંગડા થી ભીખાભાઈ પટેલ અને વિષ્ણુભાઈ દવે અને રમેશભાઈ ભુરીયા આરએસએસ અને તમામ ગ્રામજનો સાથે આસોદર ની પવિત્ર ધન્ય ધરા નગરીમાં અને જીવત સમાધિ સંભોગરી બાપજીના સ્થાને તેમાં અને 1008 મહંત શ્રી પરમ પૂજ્ય રેવાપુરીજી હસ્તે અયોધ્યા થી આવેલ અક્ષત કળશનું પૂજન કર્યું અને આરતી કરી રામધુન અને રામ સ્તુતિ બોલી અને લુવાણા ગામના પ્રતિનિધિઓને અક્ષત કળશ અર્પણ કરવામાં આવ્યો અને વાજતે ગાજતે લુવાણા ગામ પરત ફરીને લુવાણા કળશ ની અંદર વિરાજમાન રાજ રાજેશ્વરી કલેશહર માતાજી ચમત્કારી મંદિર મંદિરમાં મૂકીને પછી પુરા ગામ ની અંદર આપવામાં આવશે અને જે દિવસે શ્રીરામ ભગવાનની પ્રતિષ્ઠા થશે તે દિવસે પૂરા ગામની અંદર પૂજાપાઠ આરતી કરીને ઉજવણી કરવામાં આવશે

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores