સાબરકાંઠામાં ધોરણ-10 અને ધોરણ-૧૨ ની બોર્ડ પરીક્ષા શરૂ..
શ્રી હિંમત હાઈસ્કુલ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના કાર્યકરોએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી..

સાબરકાંઠા જિલ્લામાં આજે ધોરણ-10 અને ધોરણ-૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારે નિર્ધારિત સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. હિંમતનગર શહેરમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાળા સંચાલક મંડળો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

શ્રી હિંમત હાઈસ્કુલ ખાતે ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષાના શુભારંભ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને શુભેચ્છાઓ પાઠવી હતી અને દરેક વિધાર્થીઓ ને એક એક પેન પણ ભેટમાં આપી હતી અને ભગવાન ને પ્રાર્થના કરી હતી કે તમામ વિધાર્થીઓ નું ભવિષ્ય ઉજ્જવળની કામના કરી હતી…

આ પ્રસંગે સુરેશભાઈ માલવિયા, દિનેશભાઈ સોનગરા, સુનિલભાઈ શાહ, ચિન્મયભાઇ સોની , સંપતસિંહ રાજપુરોહિત, શૈલેષગિરી ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો….અહેવાલ = અલ્કાબેન પંડ્યા







Total Users : 145600
Views Today : 