>
Saturday, August 29, 2026

ઈડરના મુડેટી SRP કેમ્પમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ 

ઈડરના મુડેટી SRP કેમ્પમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ

 

 

INSAS LMG ગન, AK-47 ગન, પિસ્તોલ, SLR રાઈફલ, MP5 ગન અને SIG રાઈફલ નું પુજન કરી રાખડી બાંધવામાં આવી

ભારત સ્કાઉટ ગાઈડના રક્ષાબંધન પર્વની સાથે શસ્ત્રોમાં શૌર્યની ઝલક,રાષ્ટ્રસેવાનો સંદેશસાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના મુડેટી SRP કેમ્પની પાવન ધરતીસાબરકાંઠા–અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ–ગાઈડ સંઘના ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિતના માર્ગદર્શન તથા મુડેટી SRP કેમ્પના સેનાપતિ dysp શ્રી ભરતભાઈ પટેલના સહકારથી રક્ષાબંધન પર્વની અનોખી અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.મુડેટી SRP કેમ્પ ખાતે યોજાયેલા રક્ષાબંધનના કાર્યક્રમ દરમિયાન SRP જવાનો દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ભારત સ્કાઉટ–ગાઈડ સંઘની ગાઈડ બહેનો દ્વારા રાષ્ટ્રની સુરક્ષાના પ્રતીક સમાન હથિયારોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત SRPના અધિકારીઓ દ્વારા સ્કાઉટ–ગાઈડને વિવિધ સુરક્ષા હથિયારોનો પરિચય તેમજ પ્રદર્શનાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. INSAS LMG ગન, AK-47 ગન, પિસ્તોલ, SLR રાઈફલ, MP5 ગન અને SIG રાઈફલ સહિતના હથિયારોની ઓળખ, ઉપયોગ, સલામતીના નિયમો તથા રાષ્ટ્રની સુરક્ષામાં તેમની ભૂમિકા અંગે અધિકારીઓએ વિસ્તૃત માહિતી આપીહતી.આઉપરાંતઅધિકારીઓ દ્વારા ગનને સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે કેવી રીતે પકડવી, ઊભા રહીને તેની સ્થિતિ કેવી રાખવી તથા હથિયાર સાથે કઈ જરૂરી સાવચેતી રાખવી તે અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. શૌર્યના પ્રતીક સમાન હથિયારોને નજીકથી નિહાળતા સ્કાઉટ–ગાઈડમાં જિજ્ઞાસા સાથે રાષ્ટ્રસેવા પ્રત્યે ગૌરવની લાગણી જાગી હતી. આ માર્ગદર્શનથી તેમને સમજાયું કે હથિયાર માત્ર શક્તિનું સાધન નથી; તેની સાથે શિસ્ત, સંયમ, સજ્જતા અને જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores