પ્રાંતિજના અમીનપુર ખાતે પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબ નું ઉદઘાટન અને લોકાર્પણ કરતા મંત્રી શ્રી કુબેરભાઈ ડીડોર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે અમીનપુર પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરી લોકાર્પણ કર્યું હતું. મંત્રીશ્રીના હસ્તે ૧૫ કમ્પ્યુટર સહિત લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.વર્તમાન સમયમાં ડિજિટલ શિક્ષણની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. શિક્ષણમાં સુધારો લાવવા અને બાળકોની આંતરિક શક્તિઓને ખીલવવા માટે શાળાને અનેક પ્રકારના સાધન સહાયો પૂરી પાડવામાં આવે છે. સંગીતના સાધનો, રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓથી શાળાઓ સજ્જ બનાવવામાં આવી રહી છે. ટેકનોલોજીના ઉપયોગ થકી શિક્ષણ કાર્ય વિધ્યાર્થીઓમાં રસપ્રદ બન્યુ છે. તેવામાં અમીનપુર પ્રાથમિક શાળામાં આપવામાં આવેલ ૧૫ કમ્પ્યુટર બાળકો અને શાળા પરીવારને શૈક્ષણિક કાર્યમાં મદદરૂપ સાબિત થશે. આ ઉદઘાટનમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર,કલેક્ટરશ્રી નૈમેષ દવે,પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હર્ષદ ચૌધરી,શાળાના શિક્ષકશ્રીઓ જોડાયા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891