વડાલી નગરની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ નું ગૌરવ..
જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023- 24 વક્તાપુર ખાતે યોજવામાં આવી
જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા વક્તાપુર હાઇસ્કુલ ખાતે તારીખ 30- 12- 2023 ના રોજ યોજવામાં આવી
જે સ્પર્ધામાં શ્રી બી.જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી ની ધોરણ 6 માં અભ્યાસ કરતી હિરલબેન નાનજીભાઈ સગર એ વકૃત્વ સ્પર્ધા ‘અ ‘વિભાગ માં પ્રથમ નંબર મેળવ્યો જ્યારે ધોરણ 6 ની મૈત્રી નિરવભાઈ સોલંકી એ નિબંધ લેખન સ્પર્ધા ‘અ’ વિભાગમાં પ્રથમ નંબર મેળવ્યો
આ બંને દીકરીઓએ પ્રથમ નંબર મેળવી વડાલીની શ્રી બી જી શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી નું ગૌરવ વધાર્યું છે
તે બદલ શાળાના આચાર્યશ્રી ડોક્ટર હસમુખભાઈ પટેલ તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબે આ બંને વિદ્યાર્થીનીઓને તથા તેમની તૈયાર કરાવનાર શાળાના શિક્ષિકા બેન શ્રીમતી રમીલાબેન વણકરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891