Monday, December 30, 2024

ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં અપાય તો આંદોલનની ચીમકી

ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં અપાય તો આંદોલનની ચીમકી

 

સનાતન ધર્મી હિન્દુઓ દ્વારા પાલનપુર નિવાસી કલેક્ટરને આવેદન

 

સનાતન ધર્મી હિન્દુઓ દ્વારા સંવૈધાનિક રીતે ગાયને રાષ્ટ્રમાતા દરજ્જો આપવા માન. નિવાસી કલેક્ટરશ્રી પાલનપુરને માનનીય શ્રીમતી દ્રોપદી મુર્મ

મહામહિમ રાષ્ટ્રપતિજીને સંબોધન કરીને સનાતન હિન્દુ ધર્મ સમિતિ શ્રીમાન ભરતભાઈ હિન્દુસ્તાની (સનાતની હિન્દુ સ્વંમસેવક) માર્ગદર્શનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.

સનાતન હિન્દુ સંસ્કૃતિ માં ગાયનું સ્થાન હંમેશાથી વિશેષ રહ્યું છે. હિન્દુઓએ ગાયને માતાનો દરજ્જો આપયો છે. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. ગાયએ હરતું ફરતું મંદિર છે તેવી આસ્થા અને વિશ્વાસ છે. અમારા ધર્મશાસ્ત્રોમાં ‘ગૌ’ મહિમા વિસ્તાર પુર્વક ગવાયો છે. ભગવાનના અવતાર લેવાના કારણો માં એક કારણ ‘ગૌહિત’ (ગાયનો સંવર્ધન-રક્ષણ) છે. સાસ્ત્રો માં ઉલ્લેખિત ‘ગૌ મહિમા’ આજના આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યો છે. ગાયનું સ્થાન સનાતન ધર્મીઓના હદયમાં સર્વોચ્ચ રહ્યું છે. અનાદિ કાળથી ચાલી આવતી અમારી પરંપરા ગૌ પૂજન અને મહિમાગાન ગવાય છે. ગાય સાથે અમારી કુદરતી લાગણી જોડાયેલી છે. ગૌ હત્યા અત્યંત દુ:ખદ અને અસહ્ય છે. અયોધ્યામાં શ્રી રામ ભગવાનનું મંદિર બની રહ્યું છે. પરંતુ, ભગવાન શ્રી રામ જન્મ ગૌ રક્ષા માટે થયો હતો. અને એમને ગૌ સેવાનો આદર્શ સ્થાપિત કર્યો. શ્રી રામજીના અને ક્રુષ્ણના જીવન માં ગૌ નું વિશેષ મહત્વ રહ્યું હોય ત્યારે સંવિધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ તુરંત વિચારણા હેઠળ લાવવા વિનંતી. જો સત્વરે વિચારણા હેઠળ લાવવામાં નહી આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરીશું.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores