વડાલી તાલુકાના ગામડી ગામે રામ સેવકો દ્વારા અક્ષત વિતરણ કરાયું
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નું નિર્માણ થયું છે જેનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે જેના ભાગરૂપી સમગ્ર દેશમાં રામસેવકો દ્વારા અક્ષત વિતરણ અને ભગવાન રામની આમંત્રણ પત્રિકા અને પત્રિકા નું વિતરણ થઈ રહ્યું છે ત્યારે વડાલી તાલુકાના ગામડી ગામના કાર્યકર્તાઓ દ્વારા ઘેર ઘેર ફરીને અક્ષત ભગવાન રામની આમંત્રણ પત્રિકા અને ભગવાન રામની છબી ત્રણેય વસ્તુઓનું ઘરે ઘરે ફરીને વિતરણ કરી રહ્યા છે આ કામમાં ગામના વડીલોનો પણ સારો એવો સાત સહકાર મળી રહ્યો છે

સમગ્ર દેશની સાથે સાથે ગામડી ગામ પણ ભગવાન રામની ભક્તિમય બન્યું છે ભગવાન રામનો અભિષેક થાય તે દિવસ સુધી ગામના લોકો દ્વારા વિવિધ ભક્તિરસના કામોનું આયોજન પણ કરવામાં આવેલ છે

ગામના રામ સેવકો ઘરે ઘરે અક્ષત વિતરણ કરવા જાય છે ત્યારે સમગ્ર ઘરેથી દરેક રામસેવકને તિલક કરી સ્વાગત કરવામાં આવે છે આ કાર્યમાં ગામના વડીલો યુવાનો યુવતીઓ અને બાળકો સમગ્ર જોડાઈને એકતા થી કાર્ય કરી રહ્યા છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 158309
Views Today : 