દિયોલી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ચેસ, બરછી ફેંક, દોડ અને વૉલીબૉલમાં મેદાન માર્યું.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, રમત ગમત ,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ,ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈડર તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં અંડર ૧૭ ચેસની સ્પર્ધા તક્ષશિલા સ્કૂલમાં યોજાઇ જેમાં એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીનો વિદ્યાર્થી મોક્ષ રાકેશભાઈ ચૌધરી પ્રથમ નંબર મેળવ્યો હતો. એથ્લેટિક્સની સ્પર્ધાઓ અંડર ૧૭ ની ૧૦૦ મી દોડમાં શાળાની વિદ્યાર્થીની જાગૃતિ દિલીપભાઈ ઠાકરડા તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યો. તથા બરછી ફેંકમાં અંડર ૧૭ માં આર્યન દશરથભાઈ ઠાકરડા તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો. તેમજ વૉલીબોલમાં જિલ્લા કક્ષાએ શાળાના વિદ્યાર્થીઓ હર્ષ નરેશભાઇ ઠાકરડા તથા આર્યન ઠાકરડાનું સિલેક્સન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની સિદ્ધિ માટે શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને કોચ સંદીપભાઈ પટેલે તથા શિક્ષક શ્રી જસુભાઈ દેસાઈ, ક્લાર્ક ગીરીશભાઈ પટેલ, સેવક રમણભાઈ થુરી તથા નવચેતન એજયુકેશન ટ્રસ્ટ પ્રમુખશ્રી જસુભાઇ પટેલ, મંત્રીશ્રી જીતુભાઇ પટેલ તથા મંડળના હોદ્દેદારશ્રીઓ અને વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ તેમજ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા તેમજ જિલ્લા કક્ષાએ સારો દેખાવ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891