વાઈબ્રન્ટ વિદ્યાલયમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
થરાદ સુથાર સમાજ વાડી આશાપુરા વાસ, થરાદ પર વાઈબ્રન્ટ વિદ્યાલયમાં આજે 75 પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી અને પ્રમુખશ્રી ભરતભાઈ પટેલ સ્ટાફગણ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. આજે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ખૂબ જ સારું પર્ફોમન્સ કર્યું હતું. આમ વાઈબ્રન્ટ વિદ્યાલયમાં આજે 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિવિરોને યાદ કરવામાં આવ્યા.