સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હસ્તકના ખેડબ્રહ્મા કેમ્પસના વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું
વડાલી ખાતે આવેલ યુનિવર્સિટી નું 100 એકરના એરિયામાં થઈ રહ્યું છે નિર્માણ
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીલક્ષી બાબતોની સરળતા ના હેતુસર રૂપિયા એક કરોડ 87 લાખના ખર્ચે વિદ્યાર્થી હેલ્પ સેન્ટરના બિલ્ડીંગનું કરાયું લોકાર્પણ
નવીન બનેલ વિદ્યાર્થી હેલ્પ સેન્ટર નું લોકાર્પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર રોહિત કુમાર દેસાઈ અને ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા ના હસ્તે કરવામાં આવ્યું
અધ્યતન લેબ અને પ્રોજેક્ટર રૂમથી સજ એવા વિદ્યાર્થી હેલ્પ સેન્ટર નું લોકાર્પણ કરાયું
આ પ્રસંગે રજીસ્ટ્રાર ડોક્ટર કે કે પટેલ સિન્ડિકેટ મેમ્બર શૈલેષભાઈ પટેલ અશોકભાઈ શ્રોફ વડાલી તાલુકાના રાજકીય આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા
વડાલી ખાતે બની રહેલ યુનિવર્સિટી કેમ્પસમાં આગામી સમયમાં ઓર્ગેનિક સેન્ટર ઈ લાઇબ્રેરી પ્રદર્શન હોલ વગેરેનું નિર્માણ થશે
યુનિવર્સિટી દ્વારા ભવિષ્યમાં સૈન્ય તાલીમ, નેટ અને સ્લેટ પરીક્ષાનું કોચિંગ, રમત ગમતના ખેલાડીઓ માટે કોચિંગ, ફિઝિકલ એજ્યુકેશન સર્ટિફિકેટ કોર્સ અને ફિઝિકલ એજ્યુકેશનના બેચલર અને માસ્ટર કોર્સની પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવશે
સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીના ચીફ એન્જિનિયર વિપુલ સાંડેસરા દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891