સાબરકાંઠા જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો દેશના ભાવિ નિર્માણનું કાર્ય આંગણવાડીની બહેનો કરી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
દેશના ભાવિ નિર્માણનું કાર્ય આંગણવાડીની બહેનો કરી રહી છે.
-જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા
મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગની યોજનાઓનો વર્કશોપ તેમજ શ્રેષ્ડ આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોનો એર્વાડ વિતરણનો કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આંગણવાડી બહેનોને સંબોધિત કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, યશોદા વાત્સલ્યનો ધોધ છે. માતા પછી જો બાળ ઉછેરનું શ્રેષ્ડ કામ થતુ હોય તો તે આંગણવાડી કેન્દ્રોમાં થાય છે. અંહિ બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર સિંચનનું પણ કામ કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, દેશના ભાવિ નિર્માણનું કાર્ય આંગણવાડી બહેનો કરી રહી છે ત્યારે તેમના આચાર, વિચાર અને વર્તણૂંકની પણ બાળ માનસર પર મોટી અસર કરે છે. બાળકો સાથે તાદાત્મય કેળવી તેમને મળતા સરકારના લાભોથી એક પણ બાળક વંચિત ન રહે તે જોવું, બાળકને પોષણ યુક્ત આહાર મળે તેમજ મહિલાઓ પરીવારની જવાબદારીમાં પોતાના પોષણ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન નિનામાએ જણાવ્યું કે, આંગણવાડી કાર્યકરનું સમાજ નિર્માણના કાર્યમાં મોટુ યોગદાન છે. માતા યશોદા એવોર્ડના મહત્વ વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે, ભગવાન કૃષ્ણના લાલન-પાલન અને ઘડતરમાં માતા યશોદાની ભુમિકા મહત્વની હતી. તેમ ભારતના ભાવિ એવા આ બાળકોનું યોગ્ય ઘડતર થાય તે જોવાની જવાબદારી આપની છે.
આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યાકુંવરબા એ જણાવ્યું હતું કે, આંગણવાડીની બહેનોને યશોદા નામ આપી સરકારે ખુબ મોટી જવાબદારી આપના ખભે મુકી છે. નાના બાળકોને સાંભળવાના, સમજવાના અને તેમને સંસ્કારીત કરવાના છે. સાથે તેમને કુપોષણમાંથી બચાવવાના છે.
આ એર્વાડ વિતરણ સમારોહમાં જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્યસેવિકા ઇડરના પ્રવિણાબેન પટેલ રૂ. ૪૧ હજાર,આંગણવાડી કાર્યકર તલોદના આશાબેન પટેલને રૂ. ૩૧ હજાર, તેમજ તેડાઘર દેવિકાબેન મકવાણાને રૂ. ૨૧ હજારનું રોકડ ઇનામ તથા શાલ અને મોમેન્ટો આપી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકાકક્ષાની ૧૬ બહેનોને રૂ. ૨૧ હજાર તથા તેડાઘર બહેનો રૂ. ૧૧ હજારનો ચેક તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના સુશ્રી અનસુયાબેન, બાંધકામ સમિતિના સુશ્રી સેજલબેન, જિલ્લા પંચાયત સદસ્ય સુશ્રી સોનલબેન, નાયબ ડી.ડી.ઓ શ્રી, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી મનિષા બ્રહ્મભટ્ટ, આઇ.સી.ડી.એસ. વિભાગનો સ્ટાફ, મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891