સાબરકાંઠા જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઇ રહે તે માટે સાબરકાંઠાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કે.એ.વાઘેલા તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સાબરકાંઠા જિલ્લાલના સમગ્ર વિસ્તારમાં તા.૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં સંબંધિત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી તથા ગ્રામ્ય વિસ્તારમાં મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રે્ટશ્રીની અગાઉથી મંજૂરી મેળવ્યાં સિવાય ચાર કે વધુ માણસો એકઠા થવા તથા સભા સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ પ્રતિબંધ પૂર્વ મંજૂરી લીધેલ હશે તેને લાગુ પડશે નહીં. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153797
Views Today : 