*બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં હનુમાન ચોક નગરપાલિકા ખાતે નવીન પોલીસ ચોકી શરૂ કરાઈ* મળતી માહિતી મુજબ આજરોજ ધાનેરા શહેર ના નગરપાલિકા વિસ્તારમાં હનુમાન ચોક ખાતે હનુમાન પોલીસ ચોકી ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ અને ધાનેરા ના પૂર્વ ધારાસભ્ય પટેલ નાથાભાઈ નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી નગરપાલિકા સ્ટાફ પોલીસ સ્ટાફ અને ગ્રામજનોની હાજરીમાં પીઆઇ શ્રી એટી પટેલ દ્વારા 2017 પછી ફરી શરૂ કરાતા ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ છેલ્લા ઘણા સમયથી બંધ પડી રહેલી પોલીસ ચોકી ફરી શરૂ કરવા માટે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન શ્રી વિરલભાઈ પટેલ એ પત્ર લખી રજૂઆત કરી હતી તે પૈકી ગ્રામજનોની લોક લાગણીને માન આપી પોલીસ ચોકી ફરી શરૂ કરાઈ…..
*અલ્તાફ મેમણ પાલનપુર બનાસકાંઠા*