જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટીકલ પરીક્ષામાં કુલ ૧૦૫૨ વિધ્યાર્થીઓ હાજર રહ્યા
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રેક્ટીકલ પરીક્ષા સવારે ૧૦:૦૦થી ૧:૦૦ અને બપોરે ૨:૦૦ થી ૫:૦૦ એમ બે સેશન દરમિયાન યોજાઈ હતી. સોમવારના રોજ યોજાયેલી પ્રેક્ટીકલ પરીક્ષામાં કુલ ૧૦૫૨ વિધ્યાર્થીઓ પૈકી ૧૦૪૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે પાંચ વિધ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. જેમાં રસાયણ વિજ્ઞાન વિષયમાં કુલ ૪૦૦ પૈકી ૩૯૯ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે એક વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. ભૌતિક વિજ્ઞાન વિષયમાં ૨૯૨ પૈકી ૨૯૧ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે એક વિધ્યાર્થી ગેર હાજર રહ્યો હતો. જીવ વિજ્ઞાન વિષયમાં ૩૬૦ માંથી ૩૫૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







 Total Users : 145139
 Views Today : 