અરવલ્લી મા ધાત્રી માતાઓને અપાતા ચણાના પેકેટમાં જીવાત નીકળી તંત્રની ઘોર બેદરકારી
આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો વિડીયો વાયરલ થયો
અરવલ્લીમાં મેઘરજની આંગણવાડીમાંથી આપતા માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાતનો વીડિયો વાયરલ થયો છે. ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની ગંભીર ઘટનામાં એક મહિલા દ્વારા મહિલાએ જીવાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે માતૃશક્તિ યોજનામાં આપતા ચણાના પેકેટમાં જીવાત જોવા મળી હતી. જેમાં ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ માટે કરોડોનું બજેટ ફાળવ્યું છે જે અનુસાર સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારની બેદરકારી સામે આવ્યા બાદ ધાત્રી માતાઓના આરોગ્યનું સુદૃઢ બનાવવા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891