*બનાસકાંઠા ના ધાનેરા તાલુકામાં રાજકીય ભૂકંપ સર્જાયો* લોકસભા ચૂંટણી ટાણેજ બનાસકાંઠાના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધાનેરા મત વિસ્તાર ના પીઠ નેતા જોઈતાભાઈ (J K) પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પરથી રાજીનામું આપી દેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે મળતી માહિતી મુજબ જોઈતાભાઈ પટેલે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે જોકે રાજીનામું કયા કારણસર આપ્યું તે હજી જાણી શકાયું નથી લોકસભા ચૂંટણીઓ નજીકમાં આવી રહી છે તેવામાં ફરી એકવાર કોંગ્રેસ ની મુશ્કેલીઓમાં વધારો થયો છે હવે ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાશે ટીવી અટકળો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે જોઇતાભાઇ પટેલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને પેટા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે જો કે લોકસભામાં તેમની હાર થઈ હતી. ……. અલ્તાફ મેમણ પાલનપુર ઍક ભારત ન્યૂઝ પાલનપુર