વડાલી તાલુકા ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતિ ની ત્રિમાસિક રીવ્યુ બેઠક યોજાઈ
આજ રોજ વડાલી તાલુકા ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતિ – વડાલી ની ત્રિમાસિક રીવ્યુ બેઠક તાલુકા પ્રમુખ શ્રીમતિ ચેતનાબેન પરમાર ના અધ્યક્ષતામાં મળી

જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી પિન્કીબેન ચૌધરી વડાલી અને તાલુકા સંકલન વિભાગના અધિકારીશ્રી અને કર્મચારીઓએ હાજરી આપેલ જેમાં વડાલી તાલુકાના 0 થી18 વર્ષમાં આવતા કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકો ના કેસ ની સમીક્ષા કરવામાં આવેલ તેમજ તાલુકા કક્ષાએ આવનાર સમય માં બાળલગ્ન,બાળ મજૂરી અને બાળ ભિક્ષાવૃત્તિ અટકે તે માટે કમિટી ના તમામ સભ્યશ્રીઓ ને યોગ્ય પગલાઓ અને તકેદારી લેવા માટે અધ્યક્ષ સ્થાને થી સૂચના કરવામાં આવી

બેઠક માં ઉપસ્થિત જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના પ્રોટેકશન ઓફિસર મુકેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા ની બાળકોની વિવિધ યોજનાઓ અને બાળકો ના કાયદાઓ વિશે વિસ્તૃત માં સમજ આપેલ તેમજ વડાલી તાલુકાના કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળા બાળકોને જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા દ્વારા મળતી વિવિધ યોજનાઓના લાભ વિશે જાણકારી આપેલ જેમાં 1). પાલક માતા-પિતા યોજના અંતર્ગત કુલ – 40 અનાથ બાળકોને દર મહિને 3,000/- રૂપિયા મળે છે જે 18 વર્ષ સુધી મળવાપાત્ર થશે તેમજ 2). મુખ્યમંત્રી બાળ સેવા યોજના (અનાથ)-અંતર્ગત કુલ-03 બાળકોને દર મહિને 4,000/- મળે છે જે 21 વર્ષ સુધી મળવાપાત્ર થાય છે અને 3).મુખ્યમંત્રી બાળ સેવા યોજના (એકવાલી) અંતર્ગત કુલ-36 બાળકોને દર મહિને 2,000/- રૂપિયા મળે છે જે 18 વર્ષ સુધી મળવાપાત્ર થશે તેમજ 4).સ્પોન્સરશીપ યોજના હેઠળ એકવાલી વાળા બાળકો જે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ -2015 હેઠળ નોંધાયેલ સરકારી સંસ્થા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ – સાબરકાંઠા, હિંમતનગર ખાતે એક વર્ષ આશ્રય લઈને અભ્યાસ પૂર્ણ કરી પરિવાર માં પુનઃસ્થાપન થયેલ છે તેવા વડાલી તાલુકાના કુલ- 07 બાળકોને દર મહિને 2,000/- રૂપિયા મળે છે જે 18 વર્ષ સુધી મળવાપાત્ર થશે
વિશેષમાં, સરકારશ્રી દ્વારા પાલક માતા-પિતા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના ના લાભ લેતી દીકરીઓ માટે નવી યોજના લોન્ચ કરવામાં આવેલ છે જેમાં લગ્નની ઉંમરે એટલે કે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા કિસ્સા માં લગ્ન સહાયરૂપે 2 લાખ રૂપિયા મળવા પાત્ર થશે તેમજ બાળકો ને યોગ્ય તકેદારી રાખવા માટે સમજ પુરી પડેલ તેમજ બેઠકમાં અન્ય કોઈ મુદ્દા ના હોઈ તો બેઠક ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891



 
                                    





 Total Users : 143215
 Total Users : 143215 Views Today :
 Views Today : 