રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી એવોર્ડ મળતા આરોગ્ય વિભાગના ત્રણ કર્મચારીઓને ડીડીઓશ્રી હર્ષદ વોરાએ અભિનંદન પાઠવ્યા
સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના ત્રણ કર્મચારીઓને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ મળતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાએ ત્રણેય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્ય કક્ષાએ મુખ્ય સેવિકા તરીકે શ્રેષ્ઠ કામગીરીમાં ઈડર તાલુકાના માથાસુર સેજાના ગોપીબેન પ્રજાપતિને માતા યશોદા એવોર્ડ, પાનોલ-૧ ના આંગણવાડી કાર્યકર પટેલ અલ્પાબેનને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરનો માતા યશોદા એવોર્ડ તથા પાનોલ-૧ ના હર્શિદાબેન વણકરને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ આંગણવાડી તેડાઘર માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે.
રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી જિલ્લાનું નામ રોશન કરવા બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, પ્રોગ્રામ ઓફીસરશ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટ અને સી. ડી.પી.ઓશ્રી અલકાબેન પટેલ તથા તમામ સ્ટાફ દ્વારા ત્રણેય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891