Tuesday, January 28, 2025

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ મતદાન જાગૃતિ વિષયક ચાર એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ મતદાન જાગૃતિ વિષયક ચાર એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા

 

સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટરશ્રી નૈમેષ દવે લોકશાહીના અવસર ૨૦૨૪ માં લોકો મતદાન કરવા માટે પ્રેરીત થાય તે માટે જિલ્લાની સહકારી બેંક સાબરકાંઠા બેંક, સાબર ડેરી, વ્યાજબી ભાવની દુકાન એસો.ના પ્રમુખશ્રી તેમજ બિલ્ડર એસો.ના પ્રમુખશ્રી સાથે મતદાન જાગૃતિ વિષયક એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા.

 

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ને અનુલક્ષીને ઔધોગિક એકમો, સાબરકાંઠા બેંક ના અધિકારી/ કર્મચારી તેમજ ગ્રાહકો, સાબર ડેરીના અધિકારી/ કર્મચારી અને સભાસદો, વ્યાજબી ભાવની દુકાન ચલાવતા દુકાનદારો તેમજ બિલ્ડિંગ કંસ્ટ્રક્શન સાથે જોડાયેલા કામદારો / શ્રમિકો ચૂંટણી વિષયક તથા મતદાર જાગૃતિની પ્રવૃતિઓમાં સહભાગી થાય તે હેતુ થી ચાર એમ.ઓ.યુ કરાયા હતા. જિલ્લા વહીવટી તત્રં લોકશાહીને મજબુત કરવા માટે નાગરીકોમાં મતદાન અંગે સમજ વધે અને દરેક નાગરીક મતદાન માટે પ્રેરીત થાય તે માટે જાગૃતિ અભિયાન યોજાઇ રહ્યા છે.

આ એમ.ઓ.યુ વખતે નાયબ ચુંટણી અધિકારીશ્રી જય પટેલ, ચૂંટણી મામલતદાર સુશ્રી હેમાંગી ગજ્જર, સાબરકાંઠા બેંકના ચીફ.એક્સિક્યુટીવ ઓફીસરશ્રી, સાબર ડેરીના મેનેજીંગ ડિરેક્ટરશ્રી, વ્યાજબી ભાવની દુકાન એસો.ના પ્રમુખશ્રી, બિલ્ડર એસો.ના પ્રમુખશ્રી તેમજ ચુંટણી શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores