જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી નૈમેષ દવેએ આચાર સંહિતા મદદનીશ નોડલ અધિકારીઓ સાથે બેઠક કરી
આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી નૈમેષ દવે દ્વારા જિલ્લાના મદદનીશ નોડલ અધિકારીઓ સાથે આચારસંહિતા અમલ અંગે બેઠક યોજાઇ.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી એ જિલ્લામાં મુક્ત ન્યાય અને શાંત વાતાવરણમાં લોકશાહીનો અવસર લોકસભા ચૂંટણી ૨૦૨૪ યોજાય તે માટે મદદનીશ નોડલ અધિકારીઓને આદર્શ આચારસંહિતા અંગે માર્ગદર્શન આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી જય પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર સાહેબ, તમામ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી,તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચૂંટણી મામલતદાર સુશ્રી હેમાંગીબેન તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891