તલોદ ખાતે નવીન એસટી ડેપો- વર્કશોપનો ખાતમુહુર્ત સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા મથક ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તલોદ મુકામે બાંધવામાં આવનાર નવીન એસટી ડેપો વર્કશોપનું મહાશિવરાત્રી ના પાવન પ્રસંગે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાળ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891