ઈડરની સોહાની ને RBSK ટીમ દ્વારા નવજીવન મળ્યું
છૂટક મજૂરી કરી જીવન ગુજારતા પરીવારની પુત્રીને જન્મજાત હૃદયની બીમારી નું નિશુલ્ક ઓપરેશન કરાયું
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રહી છૂટક મજૂરી કરતા સરણીયા બાબીબેન મુકેશભાઇની દિકરી સોહાનીને RBSK ટીમ દ્વારા જન્મજાત હૃદય સંબંધિત તકલીફ માંથી મુક્ત કરાવી નવજીવન અપાયું.

ઇડર ખાતે સોસાયટીઓમાં ઘર કામ કરતા બાબીબેન અને છૂટક મજૂરી મુકેશભાઇ સરણીયાને ઘરે બે દિકરા બાદ દિકરીનો જન્મ થતાં ખુબ ખુશ હતા. આ ખુશી વધુ ન રહી દિકરીને શ્વાસમાં તકલીફ જણાતી હતી. બાબીબેનને ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ દિકરીને જન્મ આપ્યો અને ૨૫ ઓક્ટોબરે દિકરીને લઈ આંગણવાડી પહોચ્યા હતા.
આંગણવાડી ખાતે આર.બી.એસ.કે ટીમ દ્વારા તપાસ કરતા દિકરીને હૃદય સંબંધી બિમારી હોવાનું જણાતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ ટેસ્ટ કરાવવા ટીમ સાથે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં દિકરીને જન્મજાત હ્રદય સંબંધિત બિમારી જણાત તાત્કાલિક યુ.એન. મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવા જણાવ્યું હતું.
યુ.એન મહેતા હોસ્પિટલ અમદાવાદ ખાતે તપાસ કરાવતા બાળકીને જન્મથી હદય સંબંધી બિમારી જણાતાં તાત્કાલિક ઓપરેશન કરાવવા જણાવ્યું હતું. જ્યાં બાળકીનું ઓપરેશન ૨૫ ડીસેમ્બરે ૨૦૨૩ રોજ નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું. ૧૫ દિવસ હોસ્પિટલમાં દેખરેખમાં રાખ્યા બાદ રજા અપાઇ હતી. આ બાળકી હાલ ૫ મહિનાની છે અને તંદુરસ્ત છે તેના તમામ રીપોર્ટ નોર્મલ છે.
માતા બાબીબેન જણાવે છે કે, ઈડર આર.બી.એસ.કે ની ટીમ દ્વારા તેમને ખૂબ જ મદદ કરી અને તેમની બાળકીને તાત્કાલિક સારવાર અપાઈ જેના કારણે આજે તેમની બાળકી સ્વસ્થ છે જેના માટે તેઓ અને તેમનો પરીવાર ગુજરાત સરકારનો અને આરોગ્ય વિભાગનો ખૂબ ખૂબ આભારી છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 144685
Views Today : 