જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં રાજકીય પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સંદર્ભે બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે રાજકીય પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની તારીખો જાહેર થતા જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી ચૂંટણીલક્ષી કામગીરી માટે મંજૂરી મેળવવાની રહેશે.
ખર્ચના નોડેલ અધિકારીશ્રી દ્વારા આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, કોઈપણ ઉમેદવારે પોતાની ખર્ચની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. ઉમેદવારોએ બેંકમાં પોતાના નામનું અલગ ખાતું કે ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે.આ ખાતામાં નાણાકીય વ્યવહાર કરી શકાશે. દરેક ઉમેદવારોએ યોગ્ય ફોર્મેટમાં ખર્ચના રજીસ્ટર નિભાવી ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે.
આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.સાથે જ ચૂંટણી સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ,નીવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ણા વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી અને એમ.સી.સી નોડેલ અધિકારીશ્રી પાટીદાર,નાયબ ચૂંટણી અધિકારીશ્રી ભુમિબેન કેશવાલા સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891



 
                                    





 Total Users : 143490
 Total Users : 143490 Views Today :
 Views Today : 