પાટણ માં કેશવલાલ સેન્ટર ના ત્રીજા માળે અચાનક સોર્ટ સર્કિટ થતા આગ લાગી. નગર પાલિકાની ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો .
પાટણ શહેર માં આવેલી જનતા હોસ્પિટલ નજીક કેશવલાલ સેન્ટર નામના માર્કેટ ના ત્રીજા માળે સોલાર પેનલ ની કામગીરી દરમિયાન કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.જેથી અફ્રાતફરી માચી હતી. આગ ની જ્વાળા ઓ બાજુમાં રહેલા સ્ટોર રૂમમાં પડેલ પૂઠા અને થર્મોકોલ વેસ્ટ કચરામાં અડકતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગ ને કાબૂમાં લેવા માટે માર્કેટ ના ફાયર સેફ્ટી વડે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ આગની વિકરાળતા સામે ફાયર સેફ્ટી ના સાથનો પણ કામ ના લાગતા આખરે પાટણ પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર વિભાગ ના કર્માચારિયોઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો માંળો ચલાવી અડધો કલાક ના કલાક ના મહા મુસીબતે આગ પર કાબુ મેળવ્યો હતો
.જેથી માર્કેટ ના વેપારી યો અને પબ્લિક ના ટોળા એ રાહત અનુભવી હતી ઘટના ની જન થતાં પોલીસ પણ ઘટના સ્થળે પોહચી હતી.
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ