વિહળધામ પાળીયાદ ખાતે પદ્મશ્રી ડો.સુભાષપાલેકરજી કૃષિ ની ૩ દિવસ ની શિબિર નો આરંભ
સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ તા.૨૯/૦૩/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ પદ્મશ્રી ડો.સુભાષપાલેકરજી કૃષિ જન આંદોલન ભારત ની ૩ દિવસ ની શિબિર તારીખ ૨૯/૩૦/૩૧ માર્ચ ૨૦૨૪ ત્રણ દીવસ સવારે ૭:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ગામડું બનાવવા
ના તેમજ ઝેરી દવા મુક્ત અને રોગ મુકત અનાજ શાકભાજી વાવવા જેવા મહત્વ ના જેનું સૂત્ર સુધ્ધ અને સાત્વિક ભોજન એજ ઔષધ છે એવા ઉદ્દેશ થી સમગ્ર આયોજન રાખવામાં આવેલ છે…
આ શિબિર ના અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્યશ્રી ભયલુબાપુ રહેલ હતા…
પૂજ્ય બા શ્રી અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ શિબિર નો શુભારંભ કરાયો હતો…
આ શિબિર માં સમગ્ર ભારત દેશ ના ૨૬ રાજ્યો માથી ખુબ મોટી સંખ્યા માં લોકો એ ભાગ લીધો છે..
અહેવાલ કનુભાઈ ખાચર







Total Users : 154676
Views Today : 