Wednesday, October 23, 2024

સાબરકાંઠા જિલ્લામાં ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

સાબરકાંઠા જિલ્લામાં ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઈ

 

૩૩ પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ

 

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં ૩૩ –પ્રાંતિજ વિધાનસભા મતવિસ્તારના પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે ૫૪૮ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ યોજાઇ હતી.

 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સર્વે અધિકારીઓને આત્મવિશ્વાસ અપાવી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.

આ પ્રસંગે માસ્ટર ટ્રેનર દ્રારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

 

આ સાથે ૨૭-હિંમતનગર વિધાનસભા મતવિસ્તારમાં ૭૧૧, ઇડર વિધાનસભા મતવિસ્તારમાં ૬૮૧ અને ખેડબ્રહ્મા વિધાનસભા મતવિસ્તારમાં ૯૬૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી. આમ જિલ્લાના કુલ ૨૯૦૪ પ્રિસાઇડીંગ અને મદદનીશ પ્રિસાઇડીંગ અધિકારીઓની પ્રથમ તાલીમ યોજાઇ

 

આ તાલીમમાં તમામ વિધાનસભા વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધીકારીશ્રી, મામલતદારશ્રી સહિત ચૂંટણી પ્રકિયા સાથે જોડાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores