તલોદના ચારણવંટા ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઇન યોજાયુ
લોકશાહીનું મૂલ્ય ચુકવો મતદાન માટે આગળ વધો
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ તલોદના ચારણવંટા બૂથમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે સિગ્નેચર કેમ્પેઇન યોજાયુ હતુ. જિલ્લાના નાગરીકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અવનવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં ચારણવંટા ખાતે વિવિધ સુત્રો થકી જાગૃતિ ફેલાવાની સાથે શિક્ષકો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવા માટે દુકાનો અને આસપાસના વિસ્તારના લોકો સાથે મતદાન અવશ્ય કરવા માટે સિગ્નેચર કેમ્પેનિંગ કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પેઇનમાં ગામના યુવાનો સહિત મહિલાઓ જોડાઇ હતી.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891