*નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઈસ્કૂલ દ્વારા વડાલી શહેરમાં વૃક્ષારોપણ અભિયાનનું આયોજન*
ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ ને બચાવવાના ઉદ્દેશ્ય સાથે, નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઇસ્કુલ દ્વારા આજે વડાલી શહેરના જુના પોલીસ ક્વાર્ટર ચામુંડા મંદિરે ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીગર દવે મનીષા સગર તથા અભિયાનમાં શેઠ સી જે હાઇસ્કુલ ના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાન માં શહેરના વિવિધ વિસ્તારોમાં 70 થી વધુ છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી કમલેશભાઈ પાટડીયા,ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા શહેર પ્રમુખ જીગર દવે તથા સાબરકાંઠા મહિલા મોરચા પ્રમુખ મનીષા સગર તથા શેઠ સી જે હાઈસ્કૂલ ના બાળકો આ અભિયાનમાં સહભાગી થયા હતા.

આ પ્રસંગે પ્રમુખ જીગર દવે જણાવ્યું હતું કે, “વૃક્ષો આપણા પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદ કરે છે, હવાને શુદ્ધ કરે છે અને ધરતીનું તાપમાન ઓછું રાખે છે.આપણે સૌએ વધુને વધુ વૃક્ષોનું રોપણ કરીને પર્યાવરણને બચાવવામાં મદદ કરવી જોઈએ.”
સંસ્થાના મહિલા મોરચાના પ્રમુખ મનીષા સગર પણ આ અભિયાન ને ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું અને કહ્યું કે, “આ પ્રકારના અભિયાનો દ્વારા શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ મળશે.” નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા શેઠ સી જે હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ સફળ રહ્યું અને શહેરના લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદ કરશે.તેવું જાણવા મળ્યું હતું







Total Users : 153430
Views Today : 