વિજયનગરના રાજપુર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં રાજપુર ખાતે શાળાના વિધ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે રેલી યોજી હતી. જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદારોની સહભાગીતા વધારવા જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે
જે અંતર્ગત વિજયનગરના રાજપુર ખાતે શાળાના બાળકો દ્વારા “હું ચોક્કસ મતદાન કરીશ આવી રહ્યો છે અવસર..” ના સંદેશા સાથે રેલી યોજી મતદાન જાગૃતિ અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891