*મેમન દિવસની ઉજવણી*
“ઓલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન” (AIMJF) દ્વારા મંગળવાર 09/04/2024 ના રોજ બેગ મોહમ્મદ પાર્ક, નારાયણ ધ્રૂસ્ટ્રીટ મુંબઈમાં ખાતે એક રોઝા ઇફ્તારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
જેમાં માંહે રમઝાન ની ખરીદી માટે નાખુદા મોહલ્લાની મુલાકાત લેતી 1000 મહિલાઓ ને રોઝા ઈફ્તાર ખોલાવીને મેમન ડેની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત માં
મોહતરમાં રઝિયાબાઈ ચશ્માવાલાએ સ્વાગત સંબોધન કર્યું હતું
યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ ઈમરાન ફ્રુટવાલાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું
જનાબ હાજી ઈકબાલ મેમણ ઓફિસર દ્વારા મેમન ડેના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી ઉપસ્થિતો ને આપવામાં આવી હતી
આજે મેમણ ડે ની ઉજવણી ના અવસરે ગરીબ પરિવારોને ઈફ્તારની સાથે રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું
યુથ વિંગ પ્રમુખ ભાઈ ઇમરાન ફ્રૂટવાલા અને યુવા પાંખના સભ્યો દ્વારા દારુલ યતામાના અનાથ વિદ્યાર્થીઓને વસ્ત્રોનું વિતરણ કરાયું હતું.
આજના કાર્યક્રમ માં પ્રમુખ ઉપસ્થિતો માં ઈકબાલ મેમણ ઓફિસર, જનાબ અઝીઝ મછીવાલા, મોહતરમાં રઝિયા બાઈ ચશ્માવાલા, ભાઈ ઈમરાન ફ્રૂટવાલા, જનાબ શાકિર બાટલીવાલા, જનાબ યુસુફ મલકાની, જનાબ શકીલ બાટલીવાલા, જનાબ હસીન અઘાડી, જનાબ જાવેદ પારેખ, જનાબ અમીન પટેલ એમએલએ, જનાબ ઉમર ભાઈ લાકડાવાલા, જનાબ નિઝામુદ્દીન રાઈન, જનાબ ફારુક સૈયદ, જનાબ અનવર પિશોરી, જનાબ સલીમ મર્ચન્ટ, જનાબ સરફરાઝ આરઝૂ, જનાબ શહેઝાદ ગીગાની, જનાબ ફૈઝ સોપારીવાલા, જનાબ અતીક મેમણ, જનાબ યાસીન આસિફ મેમણ, જનાબ આહિલ અતીક મેમણ, જનાબ આસિફ મેમણ વગેરે સહીત ઘણા બધા મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સમાપન ભાઈ ઈમરાન ફ્રુટવાલા દ્વારા આભાર વિધિ થયું હતું.
અહેવાલ.ઇમરાન મેમણ