>
Wednesday, April 15, 2026

ઈડર ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબની ૧૩૫ મી જન્મજયંતીની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામા આવી 

ઈડર ખાતે ભારતરત્ન ડૉ. બાબાસાહેબની ૧૩૫ મી જન્મજયંતીની ભારે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામા આવી

 

ઈડર ભાંભી સમાજ અને જય ભીમ યુવા સંગઠન ઈડર દ્વારા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૩મી અપ્રિલે ભીમ ડાયરો અને ભવ્ય આતિશબાજીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા ડૉ. આંબેડકર જીવનગાથા અને ભીમ ભજનનુ રસપાન કરાવવામા આવ્યુ હતુ આ પ્રસંગે ઇડરના નગરજનો, રાજકીય અને સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાત્રીના ૧૨ કલાકે ભવ્ય આતશબાજીથી આકાશ રંગબેરંગી રંગોથી ઝળહળી ઉઠયુ હતુ તેમજ ૧૪ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે ભવ્ય બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બાઈક રેલી ભાંભીવાસ -૨ થી પ્રસ્થાન કરાવવામા આવી હતી જેમા જિલ્લાભરમાથી બાઈકર્સ ઉમટી પડ્યા હતા જે “જય ભીમ”ના નાદ સાથે ઇડર શહેરના વિવિધ વિસ્તારમા થઈ ચોક વિસ્તારમા પરત ફર્યા હતા ત્યારબાદ બપોરે ૨.૦૦ કલાકે ગાંધીવાડી રોડ પર આવેલ ભાંભી સમાજવાડી ખાતે સમાજના અગ્રણીઓ અને નગરજનો દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઝંડી ફરકાવી ડૉ. બાબાસાહેબની સાહેબની શોભાયાત્રા ડીજે અને બેન્ડ સાથે પ્રસ્થાન કરાવવામા આવી હતી જેમા પ્રખ્યાત ગાયિકા કાજલ મહેરિયા અને ધરતી સોલંકી દ્વારા ભીમ ગીતો અને અવનવા ટેબ્લો સાથે શોભાયાત્રા ઈડર શહેરના વિવિધ વિસ્તારોમા જતા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેરઠેર આઈસ્ક્રીમ , કોલડ્રિન્ક , છાશનુ વિતરણ કરવામા આવ્યુ હતુ શોભાયાત્રા અપોલો ત્રણ રસ્તા પાસે પહોંચી હતી જ્યા જિલ્લાભરમા પધારેલા અનુસૂચિત જાતિના અગ્રણીઓ, શહેર અગ્રણીઓ, આદિજાતિ સમાજના બિટીએસ ગ્રુપ દ્વારા પણ પરંપરાગત આદિવાસી લોકનૃત્ય કરી બાબાસાહેબની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી તેમજ નગરશ્રેષ્ઠીઓ દ્વારા ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ‘ બાબા સાહેબ અમર રહો’ ના નારા અને આસમાની ઝંડા સાથે શોભાયાત્રા બરવાવ રોડ તરફ આગળ વધી હતી જે સાકરિયા , સિધ્ધાર્થનગર થઈ પરત ભાંભી સમાજવાડી પહોંચી સમાપન થયુ હતુ જેમા ઈડર શહેર અને ઈડર તાલુકા તથા સાબરકાંઠા જિલ્લાના અનુસૂચિત સમાજના ભાઈઓ બહનોએ મોટી સંખ્યામા ભાગ લઈ ભારે હર્ષોલ્લાસથી આંબેડકર જયંતિની ઉજવણી કરી હતી આ પ્રસંગે ઈડર સિવિલ હોસ્પિટલ, ઈડર નગરપાલીકા ફાયર બ્રિગેડ સ્ટાફ, શોભાયાત્રા દરમિયાન ઈડર વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહીલના માર્ગદર્શન હેઠળ ઈડર પીઆઈ આર. એ. ચૌધરી દ્વારા ઈડર પોલીસ સ્ટેશન સ્ટાફ, હોમગાર્ડ, જીઆરડીનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores