*માલપુર તાલુકાના સાતરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરની તાત્કાલિક નિમણૂક કરવા લોકોની માંગ ઉઠી*
– સાતરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ અધિકારીની નિમણૂક કરવા માંગ.
– માલપુરના સાતરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ અધિકારીની જગ્યા ખાલી હોય પંથકના દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમજ બહારથી આવતા દર્દીઓની સારવાર નર્સિંગ સ્ટાફના ભરોંસે છે.તાત્કાલિક કાયમી મેડિકલ અધિકારી મુકવામાં આવે તેવી દર્દીઓ તેમજ લોકોએ ઉગ્ર માંગ કરી છે.
– માલપુર તાલુકાના સાતરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે માસ થી મેડિકલ ઓફિસરની બદલી થતાં પંથકના દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે, આરોગ્ય કેન્દ્ર હસ્તકના ૪૦ ગામના ગરીબ દર્દીઓ સાતરડા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવતા હતા પરંતુ છેલ્લા બે માસથી મેડિકલ અધિકારીની અન્ય જગ્યાએ બદલી થતાં હાલ અધિકારી ન હોઇ નર્સિંગ સટાફ સારવાર કરી રહ્યો છે.ગંભીર પ્રકારના દર્દીઓને નર્સિંગ સ્ટાફ ટેબલેટ આપી રહ્યો છે. ગંભીર બીમારી વાળા દર્દીઓને માલપુર કે મોડાસા ધનસુરા જેવી ખાનગી હોસ્પિટલમાં સહારો લેવાની ફરજ પડી છે. જેનાથી સાતરડા સહિતના ૩૦ ગામના લોકો કાયમી મેડિકલ અધિકારી સહિત અન્ય સ્ટાફ ની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર : વનરાજસિંહ ખાંટ – માલપુર