Saturday, December 21, 2024

ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય

ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિને

લોયાધામ મંદિર દ્વારા ગરીબોને ઉનાળાની કાળજાળ ગરમીમાં કેરીનો રસ વિતરણ

તારીખ 17 એપ્રિલ 2024 ચૈત્રસુદ નવમીના રોજ

શ્રીમુક્તમુનિ મહોત્સવ એવં સદગુરૂ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ભગવાન શ્રીરામ એવં ભગવાન સ્વામિનારાયણના 243માં પ્રાગટ્ય દિને શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પૂજ્ય પાદ ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી ભગવાન સ્વામિનારાયણનો કેરીના રસનો દિવ્યઅભિષેક થયો . અભિષેક થયેલ પ્રસાદ ભૂત કેરીના રસને

 

ઉનાળાની કાળજાળ ગરમીમાં શિતલતા માટે દરિદ્રનારાયણની સેવાના રૂપે ( વિતરણ કરવામાં આવ્યા હતો.

  • કોઠારીશ્રી પૂજ્ય સર્જુવલ્લભસ્વામી તથા પૂજય અદભૂતવલ્લભસ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રીલોયાધામના સંતો રાણપુર પાસે આવેલ ચુડા ગામ તથા બોટાદ ગામના વિસ્તારોમાં વસતા ગરીબ પરિવાર તથા અનાથ પરિવારના ઘરે ઘરે જઈને તથા ફુટપાથ રહેલા ગરીબોને તથા માનવ મંદ બુધ્ધિ આશ્રમ સમઢીયાળા કેરીનો રસ પીવડાવીને “જનસેવા એ જ પ્રભુસેવા “નું સૂત્ર સાકાર કર્યું હતુ. આજે કનુભાઈ ખાચર (બાબરકોટ) તથા લોયાધામના હરિભકતોની ટીમસેવાથી ગરીબોમાં કેરી ના રસનું વિતરણ સફળ બન્યુ હતુ. આવી દરિદ્ર નારાયણની સેવા કરીને શ્રીલોયાધામ મંદિરે આજે એક આદર્શ માનવતાનું ઉદાહરણ પૂરુ પાડયું છે.

અહેવાલ કનુભાઈ ખાચર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores