Tuesday, January 7, 2025

ભિલોડા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો

ભિલોડા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.

 

“સાબરકાંઠાનો એક જ નાદ,

જીતશે ફરી એકવાર રાષ્ટ્રવાદ”

આજરોજ 5 સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના ભિલોડા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો, ત્યારે આ દરમિયાન આયોજિત સભામાં લોકસંવાદ કરી, મોદી સાહેબના સુશાસનમાં ભાજપે મેળવેલ સિદ્ધિઓની રૂપરેખા આપી તેમજ સૌને વિકાસને વરેલી ભાજપ સરકારને વિજયી બનાવવા હુંકાર કર્યો.

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ, ભિલોડા ધારાસભ્યશ્રી P. C. Baranda , સાબરકાંઠા લોકસભા વિસ્તારકશ્રી નરેન્દ્રસિંહ સોઢા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર, ભિલોડા સંગઠન પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ, મેઘરજ સંગઠન પ્રમુખશ્રી ભૂપતસિંહ ચૌહાણ, ભિલોડા વિધાનસભા પ્રભારીશ્રી શ્યામજીભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખશ્રી રણવીરસિંહ ડાભી, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધનજીભાઈ નીનામા, જિલ્લા મહામંત્રીશ્રી, જગદીશભાઈ ભાવસાર, તાલુકા મહામંત્રીશ્રી ભવનસિંહ તેમજ એન કે કલાસવા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા, ભિલોડા વિધાનસભા સયોજકશ્રી હિરાજી ડામોર, જિલ્લા ઉપપ્રમુખશ્રી અનિલભાઈ પટેલ તેમજ રાજુભાઇ નીનામાં, પ્રદેશ એસ.ટી. મોરચા કેવલભાઈ, અરવલ્લી ઠાકોર સેના પ્રમુખ સંજયસિંહ, તેમજ તાલુકા/શહેર અને જિલ્લા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા/શહેર અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, તેમજ સહકારી આગેવાનશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર વનરાજસિંહ ખાટ

અરવલ્લી માલપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores