*સોનારીયાની સીમના તળાવમાં ડૂબી જતાં ગોવિંદપુરના યુવાનનું મોત.*
માલપુર તાલુકાના ગોવિંદપુર ગામ ખાતે, રહેતો યુવાન નટુભાઈ ગેમાભાઈ – પાંડોર ગામની નજીક આવેલા – સોનારીયા ગામની સીમના તળાવામાં ગયો હતો.જ્યાં યુવાન – તળાવમાં ડૂબી જવાથી અને વધુ પાણી પી જવાથી નટુભાઇ પાંડોરનું મૃત્યુ નિપજ્યું હતું. જે બાદ યુવાનના પરિવારને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ યુવાનના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહના પીએમની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.
વનરાજસિંહ ખાટ માલપુર અરવલ્લી