Sunday, January 5, 2025

રાજકીય સ્વરૂપના કોઈપણ સંદેશાઓનું પ્રસારણ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરાશે

રાજકીય સ્વરૂપના કોઈપણ સંદેશાઓનું પ્રસારણ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પહેલા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરાશે

 

સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે તા. ૭-૫-૨૦૨૪ ના રોજ મતદાન નિયત કરવામાં આવેલ છે મતગણતરી તા. ૪-૬-૨૦૨૪ ના રોજ હાથ ધરવામાં આવશે.

 

 

જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલ થાય તેમ જ ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો સૂચનાઓનો ભંગ ન થાય તે ઇચ્છનીય છે. જેના માટે કોમ કે ધર્મ કે જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ ઉભો કરવાના બદ ઈરાદાથી ઉશ્કેરણીજનક સંદેશા વ્યવહારના અન્ય એપ્લિકેશન સાધનોનો ઉપયોગ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી જેના કારણે સમાજમાં ફેલાય છે કાયદો અને વ્યવસ્થા જોખમમાં મુકાય છે. મુક્ત ન્યાયી તથા તટસ્થ રીતે ચૂંટણી યોજવાના હેતુથી આવી શક્યતાઓનું તાત્કાલિક અસરકારક નિવારણ કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે. જેથી સાબરકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જિલ્લા કલેકટર શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી નૈમેશ દવે આઈએએસ પોતાની મળેલ સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.

 

 

મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે વોડાફોન, બીએસએનએલ, રિલાયન્સ, ટાટા, એરટેલ, આઈડિયા વિગેરે તેમજ ગ્રુપ વ્યક્તિગત બલ્ક એસએમએસ, એમએમએસ, ફેસબુક,ટ્વિટર, વોટ્સ એપ,વગેરે જેવી સોશિયલ સાઇટ પર પૂરી પાડતી કંપનીઓએ સાબરકાંઠા જિલ્લાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં પ્રસ્થાપિત કાયદાનો ભંગ થાય તેવા કે ચૂંટણી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા કે ભરતના ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો સૂચનાઓનો ભંગ થાય તેવા કે મુક્ત ન્યાય અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરે તેવા રાજકીય સ્વરૂપના કોઈ પણ પ્રકારના સંદેશાઓનું પ્રસારણ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક એટલે કે તારીખ ૫-૫-૨૦૨૪ સાંજના ૧૮-૦૦ કલાકથી તારીખ ૭-૫-૨૦૨૪ ના સાંજના ૧૮:૦૦ કલાક સુધી સંપૂર્ણપણે પ્રતિબંધિત કરાશે.

 

આ હુકમનો ઉલ્લંઘન આઈ.પી.સી. કલમ ૧૮૮ બિનજામિન લાયક ફોજદારી ગુનો છે વધુમાં આવું કૃત્ય સંબંધિત કાયદા હેઠળ શિક્ષાપાત્ર બનશે. આથી કોઈ કંપનીના સંચાલક, કર્મચારી, એજન્ટ, કોઈ રાજકીય પક્ષ કે કોઈ પણ ઈસમ આ હુકમનું ઉલ્લંઘન કરશે નહીં.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores