પાટણ સોદાગર જમાત નજીકના ડેલામાં ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ભભૂકી, ફાયર વિભાગે તુરંત કામગીરી કરતા સ્થાનિકો માં રાહત. પાટણના અકબરી લોજ નજીક આવેલ સોદાગર બેઠક પાસેના ડેલામાં મંગળવારે રાત્રે ગેસના બાટલાનું રેગ્યુલેટર લીકેજ બનતા અને ડેલામાં રહેતા પરિવારના સભ્ય દ્વારા કોઈ વસ્તુ ગરમ કરવા પ્રાઇમસ પ્રગટાવતા અચાનક આગ ભભૂકી ઉઠતા પરિવારના સભ્યોએ આગને ઓ લાવવા ગેસ સિલિન્ડર પર ગાદલા નાખતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં વિસ્તારમાં અખડા તફડી મચી જવા પામી હતી..
આ આગ લાગવાની ઘટનાની પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને જાણ થતા તેઓએ તાત્કાલિક પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગના અધિકારી સ્નેહલ મોદી સ્ટાફ સાથે ફાયર ફાઈટર લઈને ઘટના શરીર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ આગની ઘટનામાં પરિવારની ઘરવખરી બરીને ભસ્મ થતા નુકસાન થવા પામ્યું હતું કોઈ જાનહાનિ ન થતા વિસ્તારના લોકોને હાશ કરો અનુભવ્યો હતો