આજ રોજ પાલનપુર સીટી પશ્ચિમ ટ્રાફિક શાખા ના કર્મચારીઓ પો.કો.જેતસીભાઈ તથા વર્ષાબેન તથા ટી આર બી દલપતભાઈ, ટી આર બી રમેશભાઈ,જેઓ પોતાના આજ સવાર નાં નવા બસ સ્ટેશન પાલનપુર પોઇન્ટ ઉપર ફરજમાં હાજર હતા તે દરમિયાન એક ઈસમ આવીને પૂછેલ કે પાંથાવાડા રસ્તો કઈ બાજુ જાય છે તો અમને આ ઈસમ પૂછ પરછ માં શંકાશીલ લાગતા વધુ પૂછપરછ કરતા તેનું નામ અરજણભાઈ બબાજી ચૌધરી રહે ધનિયાવાડા તા દાંતીવાડા જી બ. કાં જણાવેલ તેમજ તે દવાખાના થી નાસીને ઘરે જવા નીકળેલ છે તેવું જણાવતા અમોને તેના ઘર નો મોબાઈલ નંબર માગતા તેણે તેના ભાઈ અરવિંદ નો મોબાઈલ નંબર આપતા અમોએ તેના મોબાઈલ નંબર ઉપર ફોન કરીને જણાવેલ તો તેઓના ભાઈ અમોને કહેવા લાગેલ કે આ મારો ભાઈ માનસિક અસ્થિર મગજનો હોઇ સુધન શેઠ ગઠામણગેટ પાલનપુર હોસ્પિટલ ના દવાખાનેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો છે અને અમો તેને આમ તેમ શોધીએ છીએ અને અમોને કહેલ કે સાહેબ મારા ભાઈ ને ડોક્ટર હાઉસ પુલના છેડે અગ્રવાલ સાહેબ ના ત્યાં દવાખાનામાં મૂકવા આવો તો અમો રીક્ષા માં અરજણ ને સમજાવી ફોસલાવીને બેસાડી ને તેના વાલીવારસો ને સોંપતા તેઓએ પોલીસ નો આભાર નો આભાર વ્યક્ત કર્યો હતો.અને પોલીસ ની કામ ગિરિ બિરદાવી હતી
અલ્તાફ મેમણ પાલનપુર
એક ભારત ન્યૂઝ પાલનપુર