પોશિના તાલુકાના લાંબડીયા ખાતે 500 થી વધુ મજૂરો માટે સંમેલન યોજવામાં આવ્યું
આજરોજ ખેતી હર મજુર અધિકારી મંચ દ્વારા લાંબડીયા માર્કેટ યાર્ડના સભાખંડ ની અંદર ખેતીમાં કરતા મજૂરનું સંમેલન યોજાયું
જેમાં કોટડા ખેડબ્રહ્મા પોશીના તાલુકાના શ્રમિકો તેમજ મંચ લીડરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રમિકોને વેઠવી પડતી મુશ્કેલીઓ સરકારી યોજનાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી અને આ સંમેલન ની અંદર અલગ અલગ લીડરો દ્વારા શ્રમિકોને ખાસ તેમના હક અને અધિકાર વિશે જાણકારી આપવામાં આવી હતી તેમજ મનરેગા યોજના વિશે રાશન કાર્ડ વિશે તમે કોઈપણ વિસ્તારમાં રહો ત્યાંથી તમારો રેશનકાર્ડ ઉપર થી અનાજ મેળવી શકો છો બીજું કે ભાગ ખેતી માટે જતા પરિવારોને ખેડૂતને ત્યાં જઈને લેખિત કરાર કરાવો
પ્રથમમાં જ ભાગ નક્કી કરી લેખિત કરાર કરી લેવું જોઈએ પછી જ ભાગમાં રહેવું સાથે જ સરકારી અલગ અલગ યોજનાઓની માહિતી આપવામાં આવી તેમાં ઈ શ્રમકાર્ડ વિશે વિગત માં જાણકારી આપી અને જોબકાર્ડ વિશે પંચાયતમાં જઈને કામની માંગણી કરવી જોઈએ અગર કામ ના મળે તો બેરોજગારી ભથ્થા વિશે જાણકારી આપી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ વિસ્તારના ખાસ આગેવાનો જોડાયા તેમાં માલવાસથી જન પ્રતિનિધિ જિલ્લા પંચાયત સદસ્ય સોનલબેન સોલંકી પોશીના તાલુકા પંચાયત સદસ્ય સરપંચ ટિકમાભાઈ માજી સરપંચ તેમાં ભાઈ તેમજ શ્વેત હીર મજુર અધિકાર મંચપતિ નિધિ અનિલકાકા લેબાકાકા અત્રીબેન ટીકમી બેન ધરમચંદ ખેર બાબુલાલજી મિનારામ રામચંદ્ર અન્ય મંચ સદસ્ય ઉપસ્થિત રહીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153917
Views Today : 