Tuesday, December 3, 2024

વાવ તાલુકાના ઢીમા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢીમા દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી

વાવ તાલુકાના ઢીમા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢીમા દ્વારા વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠા તેમજ જિલ્લા મલેરીયા અધિકારી સાહેબ શ્રી બનાસકાંઠાના આદેશ અન્વયે તેમ જ વાવ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર બી.એસ. મણવરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢીમા મુકામે વાહક જન્ય રોગ નિયંત્રણમાં રહે તે હેતુસર તારીખ 16 મે 2024 ના રોજ વિશ્વડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે તાલુકામાંથી શ્રી જી.આર પંચાલ તાલુકા હેલ્થ સુપરવાઇઝર વાવ તેમજ ઢીમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ હાજર રહેલ અને આ દિવસે આરોગ્ય કર્મચારી દ્વારા જન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવેલ જેમાં સુત્રોચાર અને બેનર પ્રદર્શન કરવામાં આવેલ ઓ.પી.ડી. કેમ્પ નું આયોજન કરી મેડિકલ ઓફિસર ઢીમા દ્રારા લોકો ને તપાસણી સારવાર કરી સ્થળ પર જરુરી દવાઓ આપવામાં આવેલ બહોળી સંખ્યામાં ગ્રામ લોકોએ આ કેમ્પમાં ભાગ લીધેલ આ દિવસે ગ્રુપ મીટીંગ દ્વારા મ.પ હે.વ ફી.હે વ.તેમજ સીએચઓ દ્વારા માર્ગદર્શન તેમજ ડેન્ગ્યુ અટકાયતના પગલાં વિશે સમજ આપવામાં આવેલ તેમજ મચ્છરદાનીનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા ગામમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી તેમજ પોરા નાશક કામગીરી કરવામાં આવેલ મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી કેવી રીતે બચી શકાય એ વિશે પ્રદર્શન તેમજ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ ઉજવણી પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ એમપીએચડબલ્યુ એફ એચ ડબલ્યુ સીએચઓ તથા આશા કાર્યકરો હાજર રહી અને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવેલ રિપોર્ટર – ભમ્મરસિંહ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores