રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પશ્ચિમ ક્ષેત્ર, સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)નો કર્ણાવતી ખાતે પ્રારંભ થયો.
શ્રી નરનારાયણ દેવ ગાદી સંસ્થાનના આચાર્ય પ. પૂ. ૧૦૦૮ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે ભારતમાતા સન્મુખ દિપ પ્રાગટ્ય સાથે વર્ગ ગાનો પ્રારંભ થયો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે સંઘ શિક્ષા વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરુપે તા. 17મી મે થી 1 જુન 2024 સુધી સંસ્કધામ, કર્ણાવતી ખાતે 15 દિવસીય સંઘ શિક્ષા વર્ગ (વિશેષ) નો પ્રારંભ થયો છે. (આ વર્ગમાં 40 વર્ષથી 65 વર્ષ આયુના સ્વયંસેવકો અપેક્ષિત હોય છે.)
આ વર્ગમાં 280 શિક્ષાર્થી, 29 શિક્ષક તથા 47 પ્રબંધકો પોતાનો વ્યવસાય છોડીને પૂર્ણ સમય સંઘકાર્ય રુપી સાધનામાં જોડાયા છે.
15 દિવસના આ વર્ગમાં પ્રતિદિન સવારે 4.30 થી રાત્રી 10.15 સુધીની દિનચર્યામાં સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયોની ચર્ચા થશે.
આ 15 દિવસ વર્ગમાં મોબાઈલ ફોન, ટીવી, સમાચાર પત્રના ઉપયોગની અનુમતિ નથી હોતી.
વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા, સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોના પ્રશિક્ષણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891